સૂર્યદેવના રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં મકરસંક્રાંતિને દાન અને પુણ્યનો વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો નાણાં, અનાજ, ખાદ્ય સામગ્રી, જુના કપડાં સહિત વિવિધ ચીજવસ્તુઓનું દાન કરે છે. અનેક લોકો બ્રાહ્મણોને તલ-ગોળની ચીકીનું દાન પણ કરે છે.હાલોલ નગરમાં આજે સવારથી જ ઉતરાયણનો ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો. મહિલાઓએ સવારના સમયે ગૌપૂજા માટે ગૌશાળાઓમાં પહોંચી ગાયોને બાજરી અને જુવારમાથી બનેલી ઘૂઘરી ખવડાવી હતી