ખેડબ્રહ્મા: તાલુકાના રોધરા ગામે ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા પાંચ ભેંસોના મોત નીપજ્યા
ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે રહેતા સવાજી રબારી ની ભેંસો ચાલુ વરસાદ દરમિયાન લીલો ચારો ચરવા વીજ થાંભલા નજીક ગઈ હતી. જેમાં ચાલુ વરસાદને લઈ વીજ થાંભલો ભીનો હોવાના કારણે એક ભેંસને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ અન્ય ભેંસો પણ તેના પર પડતા વીજ કરંટ લાગતા કુલ પાંચ ભેંસો ના મોત નિપજ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલે યુજીવીસીએલ ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચનામુ કર્યું હતું. ત્યારે હાલ તો પશુપાલક ને લાખો રૂપિયાનું નુકસાન થયું