તળાજા: જિલ્લા પંચાયત પ્રમુખે પુત્રને હબુકવડ સરકારી શાળામાં અપાવ્યો પ્રવેશ
ભાવનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શાળા પ્રવેશોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પ્રાથમિક શાળાઓના પગથિયાં ચડી રહ્યા છે. આવા સમયે ભાવનગર જિલ્લા પંચાયતના યુવા, ઉત્સાહી અને શિક્ષિત પ્રમુખ અશોકભાઈ લાધવાએ સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આધુનિક યુગમાં મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને મોંઘી અને નામાંકિત ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જિલ્લાના પ્રથમ નાગરિક