સાણંદ: સાણંદમાં ભંગારની દુકાનની બહાર પાડેલા ભંગારમાં આગ
સાણંદ ખાતે આવેલ ઘોડાગાડી સ્ટેન્ડ પાસે આવેલ સંજીવની હોસ્પિટલની બાજુમાં ભંગારની દુકાનની બહાર પાડેલા ભંગારમાં આગ લાગ્યાં નો ફાયર કોલ મળતા સાણંદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. વધારે થતું નુકશાન અટકાવ્યું હતું. આગમાં ભંગાર અને એક બાઈક સળગી ગયેલ છે. જાનહાની થઇ નથી.