બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત મનુષ્ય તથા વિશ્વને શાંતિનો સંદેશ આપવાના શુભ ઉદ્દેશ્ય સાથે પંચમહાલજિલ્લાના શહેરા નગરમાં શહેરા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ શાંતિ યાત્રા બ્રહ્માકુમારીઝના રતનદીદી અને જયા દીદીની ખાસ ઉપસ્થિતિમાં શહેરા બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી નીકળી હતી,જ્યાંથી નગરના વિવિધ માર્ગો પર ફરી હતી.