પુણા: ચૌટા બજારમાં ખરીદી માટે લોકોનો ઘસારો,સુરત સહિત નવસારી અને બીલીમોરાથી ખરીદી માટે લોકો ઉમટ્યા
Puna, Surat | Oct 11, 2025 દિવાળીના પર્વને હવે માંડ માંડ ગણતરીના દિવસો બાકી છે.દિવાળી ખરીદી માટે લોકો સુરતના ચૌટા બજારમાં ઉમટી રહ્યા છે.જે શનિવારે ખરીદી માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે.સુરત જ નહીં પરંતુ નવસારી,બીલીમોરા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ ખરીદી માટે લોકો આવી રહ્યા છે.જ્યાં સારા વેપારની આશા લોકો સેવી રહ્યા છે.દિવાળીને હવે ગણતરીમાં દિવસો બાકી છે ત્યારે વધુ ભીડ થવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.દિવાળીની ધૂમ ખરીદી ચૌટા બજારમાં જોવા મળી છે.