ઘાટલોડિયા: કલેકટર કચેરી ખાતે આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રર્દશન
આજે બુધવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ કલેકટર કચેરી ખાતે આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.પડતર માંગો અને આશા વર્કરોનું શોષણ રોકવાની માંગ સાથે વિરોધ પ્રર્દશન કરાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો જોડાઇ હતી. અને હાથમાં બેનરો રાખી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.