ભચાઉ: નવી ભચાઉ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં ઊભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહીમામ
Bhachau, Kutch | Sep 24, 2025 ભચાઉ શહેરમાં આવેલ નવી ભચાઉ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં 26 બંગલા પાસે ઊભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પીવાના પાણીમાં પણ ગટરોનો પાણી મિક્સ આવતો હોવાની રાવ ઉઠી જવા પામી છે. ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકો અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે.