આકલાવમાં બુધવારના રોજ વીરકુવા ચોકડીએ કોંગ્રેસની જન આક્રોશ રેલી આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.