દસાડા: દસાડા તાલુકાના દસાડા અને પાટડી પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓની બદલીઓ કરાઈ
દસાડા તાલુકામાં આવેલ દસાડા પોલીસ મથક અને પાટડી પોલીસ મથક હેઠળ ફરજ બજાવતા ચાર જેટલા પોલીસ કર્મીઓની બદલી અલગ અલગ પોલીસ મથકમાં કરવામાં આવી છે જેમાં દસાડા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓની બદલી થાનગઢ અને લીંબડી પોલીસ મથક ખાતે કરાઈ જ્યારે પાટડી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા 112 જનરક્ષક ડ્રાઇવર સહિત અન્ય એક પોલીસ કર્મીની બદલી લખતર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા કરી દેવામાં આવી છે.