જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવિત્ર તહેવાર રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવિત્ર તહેવાર રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે વહેલી સવારથી જ મુસ્લિમ ભાઈઓએ ઈદગાહ અને મસ્જિદોમાં જઈ ખાસ નમાઝ અદા કરી અને દેશ-વિદેશમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ માટે દુઆ માંગી હતી. નમાઝ બાદ લોકો એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” કહી શુભેચ્છાઓ પાઠવી હતી. ગામોમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ઈદનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો નવા કપડા પહેરીને એકબીજાના ઘરે જઈ મીઠાઈ અને સેવૈયાંનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે ગામોમાં