બારડોલી: મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ₹1.11 લાખનો સાયબર ફ્રોડ, બે સામે પલસાણા પોલીસે ગુનો નોંધી એકની અટક કરી.
Bardoli, Surat | Dec 13, 2025 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.ડી. ગોવાળીયાની ફરિયાદ મુજબ, પોલીસ મહાનિદેશકની કચેરીના નિર્દેશથી ‘સમન્વય પોર્ટલ’ પર થયેલી તપાસમાં પલસાણા સ્થિત પંજાબ નેશનલ બેંકનું એક શંકાસ્પદ ખાતું સામે આવ્યું હતું. આ ખાતું પપલુ રામવચન ચૌધરી (ઉ.વ. 42, રહે. સુયાંસી રેસીડેન્સી, પલસાણા)ના નામે ખુલેલું હતું. પ્રાથમિક પૂછપરછમાં ચૌધરીએ જણાવ્યું હતું કે પવન યાદવે કમિશનની લાલચ આપી તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સીમકાર્ડ એક્ટિવ કરાવ્યો અને બેંક ખાતું ખોલાવ્યું હતું.