ભુજ: મહાજન નું મામેરૂ : ૨૭૮મા લગ્ન પ્રસંગે દિકરીને સહાય અને ભેટો અપાઈ
Bhuj, Kutch | May 10, 2026 ભુજ ખાતે “મહાજન નું મામેરૂ” યોજનાના અંતર્ગત ૨૭૮માં લગ્ન પ્રસંગે દિકરીને રૂ.૧૧ હજારનો બોન્ડ તથા વિવિધ દાતાશ્રીઓ દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સેવા કાર્ય અનશનવ્રતધારી જૈન સમાજરત્ન માન. શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણા અને સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. પ્રસંગે સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને મહાજન નું મામેરૂ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.