કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સુચના મુજબ ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલ મધુબન રિસોર્ટ ની સામે સ્વયં શેફાયર કૉપ્લેક્સમાં બાકી વેરો રૂપિયા 12,20,963 ભરપાઈ ન કરતા 57 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.