મહુવા: વડલી નાસ્તાની લારી પાસે જૂની અદાવતમાં મારામારી, બંને પક્ષે નોંધાવી ફરિયાદ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ દોઢ મહિના અગાઉ ક્રિકેટ મેચ દરમિયાન થયેલી માથાકૂટની દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બંને પક્ષોની ફરિયાદમાં સામે આવ્યું છે. પ્રથમ ફરિયાદ અનુસાર રામદૂતનગર વિસ્તારમાં રહેતા શિવમ ઉર્ફે સની મકવાણાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડલી ગેટ પાસે આવેલી તેમની નાસ્તાની લારી ઉપર વાઘનગર ગામના