તળાજા: સાંખડાસર રોડ પરથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો
તળાજા પોલીસ સ્ટેશનની નાઇટ પેટ્રોલિંગ ટીમે સાંખડાસર ગામના પાટિયા નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ તા. 21 જૂન 2026ના રોજ તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સાંખડાસર-1 ગામના પાટિયા નજીક એક વ્યક્તિ પ્લાસ્ટિકના કોથળામાં વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ અને પંચોની હાજરીમાં રેઇડ