ઉતરાયણ પર્વ પહેલા ઉત્રાણ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. શુક્રવારે સમી સાંજે પેટ્રોલિંગમાં રહેલી પોલીસે માહિતીના આધારે ગોઠાણ બ્રિજ નજીકથી પસાર થતા ટેમ્પો ને આંતરી તપાસ કરતા પાર્સલ ની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ટેમ્પો અને વિદેશી દારૂની 1460 થી વધુ બોટલો મળી પોલીસે 4.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યાં ગેહરીલાલ ગુજ્જર ની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.