પોશીના: શહેરના ખરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ શહેર પોલીસ કોટડા ચેકપોસ્ટ પાસે સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક ઈકો કાર આવતા જેમાં ચાલક અને બાજુમાં એક ઈસમ બેઠેલો હોય મતરવાડા ગામ નજીક બંને ઈસમો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. ત્યારે ગાડી ની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 561 બોટલ જેની કિં 1,60,860 સહિત ગાડી એમ કુલ મળી રૂ.4,60,860 નો મુદ્દામાલ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ખેરોજ પોલીસે વધુ તપાસ કરી હતી.