મહુવા: 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મહુવા ડિવિઝન પોલીસે ₹19.72 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝન પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ મહુવા ટાઉન, મહુવા ગ્રામ્ય, ખુંટવડા અને બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડ, ગુમ-ખોવાયેલા મોબાઇલ ફોન તેમજ છેતરપિંડીના ગુનાઓમાં કબ્જે કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો.