બરડા ડુંગરના થોરીયાનેશ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી રાણાવાવ પોલીસ
Porabandar City, Porbandar | Sep 16, 2025
રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન થોરીયાનેશ વિસ્તારમાં સર્ચ કરી રેઇડ કરતા બાધા નારણ કોડિયાતરની દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે સ્થળ પરથી 600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. 17800નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ ઈસમ બાધા નારણ કોડિયાતર સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ રાણાવાવ પોલીસે હાથ ધરી છે.