ભાભર: ભાભરની સરકારી વિનયન કોલેજે સ્ટાર્ટઅપ કોંકલેવ ૨૦૨૫માં સાયબર રક્ષક નાટ્ય ઉત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન રાજયમાં 2જો નંબરે આવી
સ્ટાર્ટઅપ કોંકલેવ–૨૦૨૫ દરમિયાન સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ, નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ નાટ્ય ઉત્સવમાં સરકારી વિનયન કોલેજ ભાભરની ટીમે પર્ફોમાન્સ કર્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમને રૂ.૭૧,૦૦૦/-નું પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર ભાભર તાલુકાનું રાજ્યમાં ગૌરવ વધાર્યુ