પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિ.ની ૨૫મી વાર્ષિક સાધારણ સભા તેમજ "પાક પરિસંવાદ સહકાર સંમેલન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં સહકારી માળખું, પ્રાકૃતિક ખેતી તેમજ તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અવસરે કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તથા રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.