માલપુર: માલપુરના સાતરડામાં બોગસ ડોક્ટર ઝડપાયો – આરોગ્ય સાથે ચેડાં કરનાર ડાહ્યાભાઈ ઝાલા એસઓજીના જાળમાં
માલપુર તાલુકાના સાતરડા ગામેથી જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે.ટીમે મેડિકલ ડિગ્રી વિના આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટર ડાહ્યાભાઈ ઝાલાને ઝડપી પાડ્યો છે.તપાસ દરમ્યાન એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત રૂ.3,825ના મુદ્દામાલ સાથે આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો હતો.આ કાર્યવાહી અંગે વધુ તપાસ એસઓજી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.