દિયોદર વિધાનસભા મત વિસ્તારના લાખણી ખાતે ₹25 કરોડના ખર્ચે રોડ રેઈઝિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે આ કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન હાઈવે પર ભરાતા પાણીના કાયમી નિકાલનો છે.આ કાર્યમાં લાખણી ખાતેથી પસાર થતા હાઈવે પરના હાલના ચાર માર્ગીય રસ્તાને રેઈઝિંગ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સર્વિસ રોડ, આરસીસી, સાઈડ ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રક્ચર અને રેલિંગ ના કામો થશે