મોરવા હડફ: મોરવા હડફના મેત્રાલ ગામેથી જિલ્લા LCB પોલીસે 17 જુગારીઓને 6,33,820 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
જિલ્લા LCB પોલીસે મેત્રાલ ગામે રહેતા અદરસિંહ ખાંટ નાઓ તથા તેઓના મતિયાઓ સાથે પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુસર તેઓના મકાનમાં કેટલાક ઇસમો ભેગા કરી ગંજી પાના પત્તાનો પૈસાથી જુગાર રમાડતા પોલીસે છાપો મારતા સ્થળ પરથી 17 ઇસમો ઝડપાઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા ઇસમોની અંગઝડતી કરતા અને દાવ પર લગાવેલ 5,72,820 તેમજ 14 નંગ મો.જેની કી.61000 મળી કુલ 6,33,820 ના મુદામાલ સાથે 19 ઇસમો વિરૂદ્ધમાં જુગાર ધારાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.