બોટાદમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા એક્ટ હેઠળ ભાવનગર રોડ ઉપરથી અટકાયત કરી ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપ્યો
Botad City, Botad | Sep 16, 2025
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર.ખરાડી દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હરેશભાઇ ઉર્ફે સંજય ઇશ્વરભાઇ સાપરા(રહે.બોટાદ)વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોયએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ LCB ના PI એ.જી.સોલંકી તથા LCB સ્ટાફ દ્વારા હરેશભાઇ ઉર્ફે સંજય ઇશ્વરભાઇ સાપરા રહે.બોટાદ વાળાને ભાવનગર રોડ રેલવે ફાટક પાસેથી અટક કરી પાસા વોરંટની બજવણી કરી પાલારા ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપ્યો