વલસાડ: જી. ફેર પ્રા.શોપ એ.સો દ્વારા વ્યાજબી ભાવના સંચાલકોની પડતર માંગણીઓને લઈ પુરવઠા અધિકારી કલેકટર કચેરી ખાતે આવેદન આપ્યું
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 2 કલાકે આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ વલસાડ જિલ્લાના ફેર પ્રાઇઝ ઓફ એસોસિએશન દ્વારા આજરોજ જિલ્લા પુરવઠા અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતોમાં ઈ પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિના સભ્યોના ૮૦ ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા સહિતના મુદ્દે આવેદન પાઠવ્યું હતું.