નડિયાદ: નડિયાદ કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
*કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.જિલ્લા સ્વાગત અંતર્ગત કુલ ૦૮ પ્રશ્નોની રજૂઆત સાંભળી સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં, પાણી નિકાલ, અનિયમિત વીજ પ્રવાહ, ખેતી માટે વીજ જોડાણ, સરકારી જમીનમાં દબાણ, વીજ લાઈન ખરીદવા, રોડ પર પ્લાસ્ટિક રિફ્લેકટર દૂર કરવા કુલ 8 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.