સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ચાલી રહેલી રોડ કામગીરીને કારણે આજે સાંજે એક કિલોમીટરથી પણ લાંબો ટ્રાફિક જામ થયો. પાલિકા કચેરીથી લઈને એસ.ટી. ડેપો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. નાગરિકોનો સવાલ છે કે આખો રોડ એકસાથે કેમ ખોદવામાં આવ્યો, જ્યારે તબક્કાવાર ખોદકામ કરાયું હોત તો હાલાકી ઓછી થાત. ઉપરાંત, મોટું બાયપાસ હોવા છતાં હેવી વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.