હાલોલ: હાલોલના વિઠ્ઠલ ફળિયા પાસે ખુલ્લા ગટરમાં આઇશર ટેમ્પો ફસાયો,પાલિકા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો
હાલોલના વિઠ્ઠલ ફળિયાના નાકા પાસે આજે મંગળવારના રોજ એક ઘઉં ભરેલો આઇશર ટેમ્પો નજીકની દુકાનમાં માલ ખાલી કરવા આવ્યો હતો,ત્યારે આ ટેમ્પો ખુલ્લા ગટરના કૂંડામાં ફસાઈ ગયો હતો.સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં જ તંત્રને માહિતી આપી હતી અને જેસીબીની મદદથી ટેમ્પોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.ભારે જેહમત બાદ પણ ટેમ્પોને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાતા વાહન ચાલક સહિત સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.