વિસનગર સહિત પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે શહેર અને તાલુકામાં ખેડૂતોઅે વાવેતર કરેલ અડદ, મગફળી, ગવાર અને ઘાસચારાના વાવેતરને નુકસાની થવા પામી છે જેમાં કટીંગ કરેલા અડદ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવા પામ્યો છે.જ્યાં ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વેની કામગીરીમાં શહેર અને તાલુકામાં 801 હેક્ટર જમીનમાં વાવેતર કરેલ પાકને નુકસાની થઇ હોવાનું તેમજ તેનો રીપોર્ટ જિલ્લા કક્ષાઅે મોકલી અાપ્યો હોવાનું જણાવ્યું હતું.