અમીરગઢ: ઈકબાલગઢ ખાતે તંત્ર દ્વારા બિનઅધિકૃત કાચા અને પાકા દબાણો તોડી પાડ્યા
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે વહીવટી તંત્ર દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે રવિવારે સવારે 10:30 કલાકે મળેલી વિગતો પ્રમાણે તંત્ર દ્વારા 11 જેટલા બિનઅધિકૃત દબાણો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં પંચાયત તેમજ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા.