જોડિયા: સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કેન્દ્ર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો
જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ – પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 49 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો.