બાવળા: ધોલેરા ખાતે માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયુ
તા. 19/11/2025, બુધવારે સવારે 8.45 કલાકે ધોલેરા ખાતે સિમેન્ટ મિક્ષચર ટેન્કર ટ્રકના ચાલકે પોતાના કબ્જા વાળું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર આગળ જઈ રહેલ એક બાઈક ચાલકને ટક્કર મારી તેના ઉપર વાહનનું ટાયર ચડાવી દેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ધોલેરા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.