મહુવા: મહુવા સહિત અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર, 23 અને 24 મેથી નવું ટાઈમ ટેબલ અમલમાં
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ હવે સાંજે 5:55ના બદલે 5:30 કલાકે મહુવાથી પ્રસ્થાન કરશે. આ ફેરફાર 23 મેથી અમલમાં આવશે. તે જ રીતે ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ પણ 24 મેથી સાંજે 5:55ના બદલે 5:30 કલાકે મહુવાથી રવાના થશે. ટ્રેન નંબર 20966 ભાવનગર ટર્મિનસ-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ હવે બોટાદ સ્ટેશનથી સવારે 7:25ના બદલે 7:39 કલાકે પ્રસ્થાન કરશે.