નડિયાદના સંતરામ પાસે પરવાના વગર ચાલતી ફટાકડાની દુકાન પોલીસે બંધ કરાવી.નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ નાની શાક માર્કેટના રોડ ઉપર પહોચતા એક ઇસમ ખુલ્લી લારીમાં ફટાકડા વે ચાણ કરે છેતેવી બાતમી મળી હતી. તેને ફટાકડા વેચવાના લાયસન્સ/પરવાના બાબતે પુછતા પોતાની પાસે કોઈ પરવાનો નહી હોવાનું જણાવેલ. જેથી ઇસમને નામ ઠામ પૂછતા ભરતભાઈ નેતાજી મારવાડી રહે. નડિયાદ, નિત્યાનંદ સોસાયટી પાસે ઇન્દીરા ગાંધી માર્ગ નડિયાદ જી. ખેડા હોવાનું જણાવેલ.