ખેડા: વાસણા બુજુર્ગ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા.
Kheda, Kheda | Nov 9, 2025 મળતી માહિતી અનુસાર ખેડાના પણસોલીમાં રહેતા આશાભાઈ ચૌહાણ 7 નવેમ્બરે બપોરે પોતાનું બાઈક લઈને ખેડા થી ગોવિંદપુરા તરફ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન વાસણા બુજુર્ગ ગામની સીમમાં સ્થિત હોટલ સામેનો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ધોળકા તરફથી આવતી કારના ચાલકે આશાભાઈના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાભાઈ બાઈક પરથી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બેભાન થઈ ગયા હતા.