જામનગર: ૧૨,૪૧,૦૯૭ મતદારો પૈકી હાલમાં પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરાયો
શ્રી કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.