તુકેદ ગામે માંડવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કુલ 11.65 કરોડ રૂપિયાના 8 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામો માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મંજૂર કરાયા છે. આ પ્રસંગે ધારાસભ્ય હળપતિએ જણાવ્યું કે, નવા ગ્રામ પંચાયત ભવનોના નિર્માણથી ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળશે. કમલાપોર ગામમાં બનનારી લાયબ્રેરી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ થશે.