તળાજા: તળાજા પાલીતાણા હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય, અકસ્માતનો ભય વધ્યો
ભાવનગર જિલ્લાના તળાજા-પાલીતાણા રોડની હાલત છેલ્લા ઘણા દિવસોથી અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ પર મોટા મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બગદાણા અને ભગુડા જેવા ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓ માટે આ રોડ મુશ્કેલીનો માર્ગ બની ગયો છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રોડ ખરાબ હોવાના કારણે મુસાફરી જોખમી બની રહી છે. સ્થાનિકોના