ગોધરા: સિગ્નલ ફળિયા ગરનાળામાં મગરનું બચ્ચું દેખાતા અફરા-તફરી, સ્થાનિકોએ સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ.
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા ગરનાળા પાસેથી પસાર થતા લોકોએ આજે એક અસામાન્ય દ્રશ્ય જોયું. પાણી ભરાયેલા ગરનાળામાંથી એક મગરનું બચ્ચું બહાર નીકળતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. શરૂઆતમાં લોકો ડરી ગયા હતા, પરંતુ બાદમાં કેટલાક હિંમતવાન સ્થાનિકોએ ભેગા મળીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનું નક્કી કર્યું. કોઈપણ જાતના પ્રોફેશનલ સાધનો વિના, ફક્ત પોતાની સૂઝબૂઝ અને હિંમતથી સ્થાનિકોએ મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી હાથ ધરી હતી.