સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે સરકારે રાહત પેકેજ હેઠળ 5,589 ખેડૂતોને રૂ.11.27 કરોડની સહાય ચૂકવી છે. આ રકમ માત્ર 10 દિવસમાં ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે.ગયા ઓક્ટોબરમાં સુરત શહેર અને જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું. સરકારે ટૂંકા સમયમાં સર્વે કરીને પ્રાથમિક તબક્કામાં જ સહાય ચૂકવણી શરૂ કરી દીધી છે.