સોમનાથ મહાદેવ મંદિર તા. 11/01/2026ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવાની છે.આ નિમિત્તે ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૌરાણિક જશોનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી ૐકાર ચાલીસાના મંત્ર અને જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ કાર્યક્રમમાં મેયર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા