ગોધરા: તાલુકાના ગઢ ગામે હાઇવે પર મોટી કાર્યવાહી : ₹79.30 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા
ગોધરા ગઢ ગામે પોલીસને મોટી સફળતા મળી હતી, જ્યાં બાતમીના આધારે નાકાબંધી ગોઠવી આઈસર ટ્રકમાંથી ₹79.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ટ્રકમાંથી 551 પેટીઓમાં ભરેલા 24,048 વિદેશી દારૂના કવાટરીયા અને બિયર ટીન, ટ્રક તથા બે મોબાઇલ મળી કુલ ₹79,30,736નો જથ્થો ઝડપાયો. પોલીસે મધ્યપ્રદેશના નાશીર ઇબ્રાહીમ મન્સુરી અને હરિયાણાના યાસીન ઇસ્માઇલ પઠાણને સ્થળ પરથી જ ઝડપી પાડી પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.