ગાંધીધામ: પૂર્વ કચ્છ SP સાગર બાગમાર અને નેત્રમ પીએસઆઇને DGP's Disc-એવોર્ડ એનાયત
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમાર (IPS) અને નેત્રમ પીએસઆઇ જયસિંહ ઘનશ્યામસિંહ રાજને તેમની ઉત્તમ કામગીરી, કુશળ નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા બદલ આજરોજ DGP's Commenda- tion Disc-2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત અલંકરણ સમારોહ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ એવોર્ડ માટે ગુજરાતના અન્ય 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પણ પસંદગી કરવામાં આવી છે.