ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી-કમ-મંત્રીના કચેરીની સઘન તપાસણી હાથ ધરી હતી.તપાસણી દરમિયાન, નાયબ કલેક્ટરે એપેન્ડીક્ષ-એ અને સામાન્ય તપાસણી ફોર્મ ભર્યા હતા. તેમણે ગામ નમૂના નંબર 1 (ખેતીવાડી), 8-ક (શિક્ષણ ઉપકર), 9 (રોજમેળ), 14 (જન્મ-મરણ) અને 17 (આવક-જાવક) જેવા મહત્વના રજિસ્ટરોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, તેમણે તલાટીની હાજરી, ડાયરી લેખન અને પંચાયતની મિલકતોની