દસાડા: માવઠાના મારથી અગરિયાઓની મીઠા પાટા નષ્ટ; વળતરની માંગ
દિવાળી પછી અચાનક આવેલા માવઠાએ કચ્છના રણમાં મીઠું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોને ભારે આંચકો આપ્યો છે મહામહેનતે તૈયાર કરાયેલા મીઠાના પાટા પર વરસાદી પાણી ફરી વળતા તમામ ઉત્પાદન નષ્ટ થઈ ગયું છે આ પરિવારો વર્ષના આઠ મહિના રણમાં વિતાવી કાળી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેમની આજીવિકા મીઠા ઉત્પાદન પર સંપૂર્ણપણે આધારિત છે હમણાં જ મીઠા પકવવાની સિઝન શરૂ થઈ હતી અને તૈયારીઓ પૂર્ણ થઈ રહી હતી આ અચાનક વરસાદથી અગરિયાઓનું વાર્ષિક ઉત્પાદન ધરાશાયી થયું છે.