ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં કારચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે કાર હંકારી બાઈકચાલક નીતિનને અડફેટે લીધો હતો.આ અકસ્માતમાં નીતિનને બંને હાથના કાંડામાં, ડાબા હાથની કોણીમાં ફ્રેકચર તથા અન્ય ઈજાઓ થઈ હતી. તેની માતા ભારતીબેન બારીઆએ બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસએ કારચાલક સામે ગફલતભર્યા વાહન ચલાવવાના ગુન્હામાં કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.