હાલોલ: પાવાગઢ કિલ્લાના દક્ષિણ ભદ્ર ગેટ ફરી ખુલ્લો મૂકવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો
પાવાગઢમાં છેલ્લા 14 મહિનાથી બંધ રહેલો અને કિલ્લામા વસેલા પાવાગઢ ગામમાં પ્રવેશવા માટે નો બસ સ્ટેન્ડ સામેનો દક્ષિણ ભદ્ર દ્વાર રવિવારના રોજ ફરીથી જનતા માટે ખુલ્લો મુકાયો છે.ગત વર્ષે ચોમાસા દરમ્યાન દ્વારની બાજુમાં દીવાલને થયેલા નુકસાનને કારણે પુરાતત્વ વિભાગ દ્વારા સમારકાર માટે આ દ્વાર અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.જેના કારણે ગ્રામજનો,યાત્રાળુઓ તથા શાળાએ જતા બાળકોને પાછળ જામી મસ્જિદ તરફ આવેલા ઉત્તર ભદ્ર દ્વાર માંથી અવર જવર કરવી પડતી હતી