ભરૂચ: સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરુ પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર સહિત હાજર રહ્યા હતા.